બોલિવુડ અભિનેત્રી અને ભાજપના નેતા કંગના રણૌતને કરવો પડ્યો વિરોધનો સામનો! ચંડીગઢ એરપોર્ટ પર મહિલા ગાર્ડે મારી દીધો લાફો!


  • Published By :
  • Published Date : 2024-06-07 15:58:01

લોકસભા 2024ની ચૂંટણીઓમાં ઉત્તર ભારતની VIPમાં સીટોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ખુબ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. કેમ કે ત્યાંથી BJPએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને પરિણામ આવતા તેઓ વિજયી બન્યા છે. પરંતુ હવે ચંદીગઢ એરપોર્ટથી સમાચાર આવી રહ્યા છે કે , ત્યાં મહિલા CISF જવાને કંગના રનૌતે લાફો મારી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કંગના તેમજ થપ્પડ ટ્રેન્ડ થઈ રહ્યું છે..  

CISFની મહિલા જવાને કંગનાને માર્યો લાફો!

કંગના રનૌત પોતાના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા.. કંગના રનૌતે થોડા સમય પહેલા જ રાજનીતિમાં એન્ટ્રી લીધી અને તેમને ભાજપે તેમને સાંસદના ઉમેદવાર તરીકે ટિકીટ પણ આપી.. મંડી પરથી તે ચૂંટણી લડ્યા અને તે જીતી પણ ગયા. મંડીના સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા લાફો માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે . સમાચાર એવા સામે આવી રહ્યાં છે કે , CISFની આ મહિલા જવાન કે જેમનું નામ કુલવિન્દર કૌર સામે આવ્યું છે તેઓ કંગના રનૌતના કિસાન આંદોલન પરના આપેલા નિવેદનોના લીધે નારાજ હતી . 



આ ઘટના ત્યારે બની જ્યારે... 

વાત આખી એમ છે કે કંગના રનૌતે આજે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટ લેવાની હતી. ત્યારે આ આખી ઘટના બની છે. અહીં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયી રહ્યા છે કે, સિક્યુરીટી ચેકમાં જયારે તેમણે તેમનો ફોન ટ્રોલીમાં મુક્યો ત્યારે આ ઘટના ઘટી હોવાના સમાચાર છે . જોકે તેઓ વિસ્તારા એરલાઈન્સની  ફ્લાઈટ પકડીને દિલ્હી જવા રવાના થયી ગયા હતા. હવે વાત કરીએ કંગના રનૌતની તો , તેઓ હાલમાં જ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચી ચુક્યા છે . તેમણે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ CM વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે . 


પીએમ મોદીના પહેલેથી જ સમર્થક રહ્યા છે કંગના!

આ જીત બાદ કંગના રનૌતે પ્લેટફોર્મ X પર ટવિટ કરીને લખ્યું હતું કે , સમસ્ત મંડીવાસીઓનો આ જનાધાર , પ્રેમ અને વિશ્વાસ માટે આભાર માનું છું . આ જીત આપ સૌની છે , આ જીત પીએમ મોદીની છે , અને ભાજપા પર વિશ્વાસની , સનાતનની આ જીત છે . વાત કંગના રનૌતના બોલિવુડ કેરિયરની તો કંગના રનૌતે માત્ર ૧૭ વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેન્ગસ્ટરથી કે જે ૨૦૦૬માં આવી હતી તેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કંગના રનૌત શરૂઆતથી જ PM મોદીના સમર્થક રહ્યા છે જેમ કે , સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ , રામ મંદિર , farmers bills પર તેમણે સરકારને સમર્થન આપેલું છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.