Mahisagarનું બોરવાઈ કે Panchmahalનો ઘોઘંબા તાલુકો। ગામડું શરૂ વિકાસ પૂરો, સવાલ થાય કે વિકાસ ક્યાં ગયો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-31 18:06:25

આપણે આઝાદ થયા એને વર્ષો થઈ ગયા.. પણ હજુય પ્રાથમિક સુવિધાઓથી તો આપણે વલખા જ મારી રહ્યાં છીએ.. રોજ કેટલાય દ્રશ્યો આવે અને આપણે નિસાસો નાંખીને બેસી જઈએ... આજે ફરી વાત કરવી છે એવા બાળકો વિશે જેમની પાસે સ્કુલ જવા માટે રસ્તો જ નથી... 

વરસાદને કારણે થઈ જાય છે કાદવ...  

મહીસાગર જિલ્લાના ખાનપુરની વાત કરવી છે... ખાનપુર તાલુકામાં આવેલા બોરવાઈ ગામના પગી ફળિયાના રહીશો માટે ચોમાસુ મુશ્કેલી લઈને આવે છે. બોરવાઈ ગામમાં અંદાજે 1.5 કિલોમીટરનો રસ્તો કાચો હોવાથી ચોમાસામાં કાદવ અને કીચડ થઈ જતા ગ્રામજનોને કાદવમાંથી પસાર થવાની નોબત આવી છે. દર ચોમાસામાં આ રસ્તો કાદવ કીચડથી ભરાય જાય છે કે ચાલવુ મુશ્કેલ બની જાય છે. વાહન પણ 1.5 કિલોમીટર બહાર મુકીને ગામમાં કીચડમાંથી આવવું પડે છે. કાચા રસ્તાના લીધે ગામમાં 108  કે અન્ય કોઈ મોટા વાહનો પણ આવી શકતા નથી. 



આઝાદી તો મળી ગઈ પરંતુ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે?

જેથી દોઢ કિલોમીટર દુર દર્દીને પણ ઝોલામાં નાંખીને લઈ જવો પડે છે. ગામમાં દૂધ મંડળી તો આવી પણ દૂધ વાહન ગામમાં આવી શકતુ નથી. ગામલોકોએ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી અનેક જગ્યાએ રજૂઆતો કરી પણ આજ દિવસ સુધી કોઈ સુવિધા મળી નથી.. એટલે જ ગામના લોકોનું કહેવું છે કે દેશ તો આઝાદ થઈ ગયો પણ અમને આજ સુધી આઝાદી મળી નથી. ગામલોકો આ રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે... સૌથી મોટી વાત ચોમાસામાં કાદવ કીચડના કારણે બાળકોને શાળામાં મોકલી શકાતા નથી. જેથી તેમના અભ્યાસ પર અસર પડે છે. 



અધિકારીઓ હાથ અધ્ધર કરી દે છે અને...

ગ્રામજનો કહે છે કે અમને અમારો રસ્તો આપો અમારી સાથે ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે... જ્યારે ખાનપુર ટીડીઓનું કહેવું છે કે અમારા સુધી રજૂઆત આવી નથી.પણ બોરવાઈ ગામનો રસ્તો નહીં હોય તો જિલ્લા પંચાયત આર એન્ડ બીમાં રજૂઆત કરીને રસ્તા બનાવી આપીશું. એટલે આવું કહીને અધિકારીઓ હાથ અધ્ધર કરી દે પણ બાળકોને શાળાએ તો મોકલવા પડે ને, અભ્યાસ પર અસર પડે પણ રસ્તો નથી એટલે બાળકોએ શાળાએ જવાનું બંધ કર્યું, બિમાર વ્યક્તિને 1થી2 ફૂટ કાદવ ભરેલા રસ્તા પર ઉંચકીને લઈ જવાની નોબત આવી... 



વિદ્યાર્થીઓને ભણવા ના મોકલવાનો ગ્રામજનોએ લીધો નિર્ણય

સૌથી મોટી વાત હવે, ખાનપુર તાલુકાના બોરવાઇ ગામના પેટા ફળિયા પગી પશ્ચિમ ફળિયાના 20 જેટલા બાળકો આજથી અભ્યાસ કરવા જ નહીં જાય.... ગામમાં જવાનો 3 કિલોમીટરનો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે.. ચોમાસાના ચાર મહિના દર વર્ષે આટલા કાદવમાંથી પસાર થવા લોકો મજબૂર બને છે. 2 ફૂટ જેટલા કાદવમાંથી પસાર થવું પડે છે... ગામમાં જવાનો બીજો કોઈ રસ્તો પણ ન હોવાથી લોકો પરેશાન થયા છે. રસ્તા માટે ગામલોકો હવે આંદોલનના માર્ગે છે. ગામની પ્રાથમિક શાળા અને ડીપી હાઈસ્કૂલમાં ભણતા બાળકોને અભ્યાસ માટે ન મોકલવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે... શાળાના આચાર્યોને પણ ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે... 


પાણીના પ્રવાહ વચ્ચે દર્દીને ઝોળીમાં લઈ જવા લોકો મજબૂર

આ તો વાત થઈ મહીસાગરની હવે વાત કરીએ પંચમહાલની તો ત્યાં પણ વિકસીત ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે... ઘોઘંબાના ગમાણી ગામમાં કોઝ વે ન હોવાથી પાણીના પ્રવાહની વચ્ચે દર્દીને જોળીમાં લઈ જવા લોકો મજબૂર બન્યા છે.... આંતરિયાળ વિસ્તારોના બાળકોને વાલીઓ ખભા પર બેસાડીને લઈ જવા મજબૂર છે... શું કરે કેમ કે પરિસ્થિતિ બદલી નથી શકતા. અને સરકાર સુવિધા આપી નથી શકતી એટલે વિકસિત ગુજરાતના બણગા ફૂંકતા નેતાઓની વાતો સામે ગામના લોકો આ પ્રકારની વાસ્તવિક હકીકતો જોવા માટે મજબૂર બને છે.  



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે