Botadના ધારાસભ્ય Umesh Makwanaનો અનોખો પત્ર ચર્ચાનો વિષય બન્યો,લખ્યું કે મારી સંપત્તિની તપાસ કરાવો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 14:41:37

જ્યારે કોઈ નકલી વસ્તુનું કૌભાંડ પકડાય છે ત્યારે અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મંત્રી, અધિકારીઓની મીલીભગત હશે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે ચૂંટણી પહેલા ધારાસભ્ય પાસે આટલી મિલકત હતી અને ચૂંટણી બાદ રકમમાં મસમોટો ફેરફાર થઈ જતો હોય છે. સામાન્ય રીતે આપણે જોયું, સાંભળ્યું હશે કે ધારાસભ્યો, અધિકારીઓ તપાસથી ડરતા હોય છે પરંતુ આજે એક એવા ધારાસભ્યની વાત કરવી છે જેમણે સામે ચાલીને તેમની પર તપાસ કરાવવામાં આવે તેવી માગ કરી છે.  એવા કોઈ ધારાસભ્ય કે નેતા એવા જોયા છે જે પોતે જ કહે કે મારા પર તપાસ બેસાડો મારી આવક અને સંપત્તિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવો.. જી હા ગુજરાતના એક ધારાસભ્યએ આવી માંગ કરી લેટર લખ્યો છે. 

બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર!

આપણી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર એક મોટી બિમારી બની રહી છે. ભ્રષ્ટાચારનો કિડો દરેક વ્યવસાયમાં, સંસ્થાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કોઈ વખત એ ભ્રષ્ટાચારની પોલ ખુલે છે તો કોઈ વખત ભ્રષ્ટાચાર સામે પણ નથી આવતો. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે અને આ વાત આપણે સૌ કોઈ જાણીયે છીએ. આમ છતાં ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. Gujarat બોટાદ વિધાનસભા  બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


તેમની સંપત્તિની તપાસ કરાવવા ધારાસભ્યએ કરી માગ 

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી એક પત્ર લખ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યએ પોતે માગ કરી છે કે પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે. અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્ય, સાંસદસભ્યો, મંત્રીઓ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. વધુમાં તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં માગ કરી હતી. કદાચ આ આવા પહેલા ધારાસભ્ય છે. જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિની તપાસની માગ કરી હોય.


આઈપીએસ-ધારાસભ્ય પાસેથી રાખી આશા

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું. મહત્વનું છે કે ધારાસભ્ય દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ ચર્ચાઓ થઈ રહી છે. 



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.