સુખોઈ એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ, અવાજથી 3 ગણી ઝડપે લક્ષ્યવેધ કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-29 20:38:31

ભારતીય એરફોર્સે ગુરવારે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલના નવા રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું હતું. IAFએ બંગાળની ખાડીમાં એક Su-30 MKI એરક્રાફ્ટ પરથી એક જહાજના ટારગેટ અચુક નિશાન સાધીને નષ્ટ કર્યું હતું. IAFએ ટ્વીટ કરીને કરીને માહિતી આપી હતી.   


બ્રહ્મોસ સુપરસોનિક કેટલી મહત્વની?


દેશની અત્યાધુનિક અને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ એરોસ્પેસનું નિર્માણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે.  સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સબમરિનો, યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ કે જમીન પરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. આ બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપથી નિશાનને ભેદી શકે છે. આ મિસાઈલ ભારતીય એરફોર્સને સ્ટ્રેટેજીકલી વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં યુધ્ધના મેદાન પર દુશ્મનને હરાવવામાં મોટું યોગદાન આપશે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જે આ બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું, તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.