Madhya Pradesh Congressમાં ભંગાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેસરિયો કર્યો ધારણ, Rahul Gandhiને લઈ શિવરાજસિંહ ચૌહાણે કહી વાત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 15:08:37

લોકસભા ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ બની રહ્યો છે. એક તરફ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ ચૂંટણીને લઈ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા અનેક રાજ્યોમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા એવા નિવેદન આપવામાં આવશે જેને લઈ ચર્ચાઓ થશે. ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઈ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી જ રાહુલ ગાંધી શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના નેતૃત્વથી કંટાળી ગયા છે જે દિશાહીન છે...કોંગ્રેસ લુપ્ત થવાના આરે છે."


કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે પાર્ટી છોડીને

કોંગ્રેસની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. ગુજરાતમાં તો આના અનેક ઉદાહરણો સામે છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે એ ભલે ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વ પર અનેક વખત સવાલો થતા રહે છે. કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓને પણ કોંગ્રેસના નેતાઓ નથી પૂછતા કે પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? ગુજરાતમાં કોંગ્રેસનો સાથ છોડીને જઈ રહેલા નેતાઓનું કહેવું છે કે પાર્ટીમાં નેતૃત્વની કમી છે.



મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જોવા મળ્યું ભંગાણા 

ગુજરાતમાંથી અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે હવે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ સુરેશ પચૌરી ભાજપમાં જોડાવવા જઇ રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ સાથ છોડીને જઈ રહ્યા છે તો બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત બની રહ્યું છે. રાહુલ ગાંધીને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. 


શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર!

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે, આઝાદી પછી મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખવાનું કહ્યું હતું. અને નવા રાજકીય પક્ષની રચના કરવાનું કહ્યું હતું, પરંતુ જવાહરલાલ નેહરુએ સત્તાના સ્વાર્થને કારણે કોંગ્રેસને વિસર્જિત ન થવા દીધી અને આંદોલનનો ફાયદો ઉઠાવ્યો… પરંતુ રાહુલ ગાંધી મહાત્મા ગાંધીજીના સૂચન મુજબ કોંગ્રેસને સંપૂર્ણપણે નષ્ટ કર્યા પછી જ રાહતનો શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ સારા નેતાઓ પાર્ટીના દિશાહીન નેતૃત્વથી કંટાળી ગયા છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આવા શાબ્દિક પ્રહારો એકબીજા પર એક બીજાની પાર્ટી પર કરવામાં આવશે. જોવું રહ્યું કે ચૂંટણી પહેલા કેવા નવા ખેલ જોવા મળે છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.