બ્રેકિંગ: અમદાવાદમા વધુ એક હિટ એન્ડ રન, અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં દંપતીને ટ્કકર મારતા મહિલાનું મોત


  • Published By :
  • Published Date : 2023-12-05 16:50:16

અમદાવાદ શહેરમાં રાહદારીઓ અને નાના વાહનચાલકો માટે રોડક્રોસ કરવા કે માર્ગ પર ચાલવું જોખમી બની રહ્યું છે. ગાડી અને મોટા ટ્રક ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર  વાહનો દોડાવી લોકોના જીવ લઈ રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકે રોડ પર જતાં  દંપતીને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.  આ ભયાનક અકસ્માત અમદાવાદની નિરમા યુનિવર્સિટી પાછળ બની હતી. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મહિલાનો પતિ ગંભીર રીતે ઘાયલ


આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સિટીના વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે દંપત્તિને ટક્કર મારી ભાગી ગયો હતો.જે પછી ટુવ્હીલર પર સવાર દંપત્તિમાંથી મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પુરુષને પણ સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા કાર ચાલક ફરાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ તેજ બનાવી છે.


હિટ એન્ડ રનની ઘટનાઓ વધી


ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. હજુ હમણા થોડાં દિવસ અગાઉ અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.                                                                                                                                      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે