બ્રેકિંગ! ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના CM કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-09 15:32:51

દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ ઈડીએ સમન્સ પાઠવ્યા છે, તો આજે નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમની રિવ્યૂ પિટિશન ફગાવી દેતા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. જેને લઈને અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેમાં આજે હાઈકોર્ટે આજે કેજરીવાલની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી છે. આથી અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ યથાવત રહેશે. કોર્ટેના ધ્યાને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર છે તેમ ધ્યાને મૂકાતા અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ અરજી ફગાવતા કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે તેવું માનવામાં આવી રહ્યું છે.


રિવ્યુ પિટિશન પર થઈ હતી સુનાવણી


દિલ્હીના CM કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે સુનાવણી માટે સ્વીકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કર્યા બાદ 29 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. રિવ્યુ પિટિશન પર નિર્ણય આવ્યા બાદ કેજરીવાલના વકીલોએ કહ્યું કે તેઓ ઓર્ડરની કોપી જોયા બાદ આગળનો નિર્ણય લેશે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરવિંદ કેજરીવાલની સમીક્ષા અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


વડાપ્રધાન મોદીએ તેમની માસ્ટર્સની ગુજરાત યુનિવર્સિટીમાંથી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી મેળવી હતી. તેથી અરવિંદ કેજરીવાલે મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનરમાં અરજી કરી હતી. જેમાં સીઆઇસીએ 2016માં વડાપ્રધાન કાર્યાલયના માહિતી અધિકારીઓને હુકમ કર્યો હતો કે, કેજરીવાલે માંગેલી ડિગ્રીઓ તેમને પૂરી પાડવામાં આવે. સીઆઇસીના આ હુકમથી નારાજ થઈ ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. 


PM મોદીએ પોલિટિકલ સાયન્સમાં મેળવી છે ડિગ્રી


ગુજરાત યુનિ.દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ પરીક્ષાના પરિણામનો રેકોર્ડ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1981થી 1982 દરમિયાન એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ એક્સટર્નલમાં કર્યું હતું. જેમાં વેબસાઈટ પર જાહેર થયેલા રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ પાર્ટ-1 અને પાર્ટ-2 એમ બંને પરીક્ષામાં કુલ 800માંથી 499 માર્કસ મેળવીને ફર્સ્ટ ક્લાસ ગ્રેડ મેળવ્યો હતો. તમે નહીં માનો પણ મોદી પીએમની પરીક્ષામાં જેમ ફસ્ટક્લાસમાં પાસ થયા છે તેમ એમએની પરીક્ષામાં પણ ફ્સટક્લાસમાં પાસ થયા હતા. વેબસાઈટ પર જાહેર રેકોર્ડ મુજબ નરેન્દ્ર મોદીએ એક્સટર્નલ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા હતા.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે