Breaking News : 2000ની નોટ બદલાવાની મુદ્દત લંબાવાઈ, હવે આ તારીખ સુધી બદલાવાઈ શકાશે નોટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-30 18:03:43

2 હજાર નોટને બદલાવાનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ આરબીઆઈએ આ ડેડલાઈનમાં વધારો કર્યો છે. 2 હજારની નોટ બદલવાની મુદ્દત અઠવાડિયા સુધી વધારવામાં આવી છે. મતલબ 7 ઓક્ટોબર સુધી તેમે 2 હજારની નોટને બદલાવી શકો છો. 


3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત મળી છે!

બે હજાર રુપિયાની નોટોને બદલાવાનો આજે અંતિમ દિવસ હતો. મતલબ આજે બેંકમાં તમે આ નોટો જમા કરાવાની હતી. 30 સપ્ટેમ્બર  સુધીમાં આ નોટો જમાવાની હતી પરંતુ હવે આરબીઆઈએ આ ડેડલાઈને વધારી છે. 7 ઓક્ટોબર સુધી હવે આ નોટો બદવાઈ શકાશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે હજારની નોટને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા.

  


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.