Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ફટકો! આ ધારાસભ્ય ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 10:35:52

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે ગમે ત્યારે પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે. હાલ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. એવી પણ અટકળો સામે આવી છે કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દેશની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું!  


ભુુપત ભાયાણી કરશે ઘરવાપસી? 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી. આપના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે આ આંકડો ચાર પર પહોંચી જાય તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ગમે ત્યારે આપી શકે છે. જો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. મહત્વનું છે કે આની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે ભુપત ભાયાણી વિધાનસભા પહોંચી ગયા છે અને અધ્યક્ષને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. 

ભૂપત ભાયાણીએ કહ્યું- ભાજપ મારું ગોત્ર છે, લોકોની સલાહ પછી નિર્ણય કરીશ -  Gujarat Election Result 2022 Will Decide After Consulting People Aap Mla Bhupat  Bhayani On Joining Bjp | ગુજરાત ...



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે