Breaking News : મિઝોરમમાં સર્જાઈ મોટી દુર્ઘટના, અંડર કન્સ્ટ્રક્શન રેલવે પુલ ધરાશાયી થતાં થયા આટલા શ્રમિકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 13:26:42

મિઝોરમમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 17 શ્રમિકોના મોત થઈ ગયા છે. અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી  પડ્યો છે અને દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે બ્રિજની કામગીરી કરવા માટે 30થી 40 જેટલા શ્રમિકો હાજર હતા. સવારે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.  

દુર્ઘટનામાં થયા 17 શ્રમિકોના મોત

અનેક વખત નિર્માણાધીન સાઈટ પર દુર્ઘટના સર્જાતી હોય છે. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના મિઝોરમમાં સર્જાઈ છે. પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના સર્જાતા ત્વરીત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે. દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.      


દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે! 

જે અકસ્માત સર્જાયો છે તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો.  જે ગાર્ડર નીચે ધરાશાયી થયો તેની પર 30થી 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકો કાટમાળની નીચે દબાઈ ગયા અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. જે પુલ ધરાશાયી થયો છે તેની ઉંચાઈ 104 મીટર માનવામાં આવી રહી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે