Breaking News : Rajkot અગ્નિકાંડ બાદ સરકારે લીધો મહત્વનો નિર્ણય, રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી


  • Published By :
  • Published Date : 2024-05-27 19:12:35

રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે. પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે.


સૌથી મોટા સમાચાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનરની બદલી



પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!

શનિવાર સાજે બનેલી આગની ઘટનામાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે.. 28 જેટલા લોકોના મોત આ કરૂણાંતિકામાં થયા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.. પોલીસ કમિશનર પણ જાણે સવાલોના ઘેરામાં હતા... આ બધા વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજકોટમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.. માત્ર અમુક પરિવારોને જ તેમના સ્વજનોનો મૃતદેહ મળ્યો છે. 




રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી 

રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.. ના માત્ર પોલીસ કમિશનરની પરંતુ બીજા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. 



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.