Breaking News : Bharat Jodo Nyay Yatra ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો! આજે આ ધારાસભ્ય આપી શકે છે પદ પરથી રાજીનામું...


  • Published By :
  • Published Date : 2024-03-06 13:26:47

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે.. 


ભાજપમાં જોડાયા બાદ બદલાશે સૂર!

કોંગ્રેસને વધુ એક ફટકો આવનાર 24 કલાકમાં પડી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપના ગુણગાન ગાયા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે એવી માહિતી સામે આવી છે કે  માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીને કોમનમેન તરીકે ઓળખવામાં આવે છે. ગમે ત્યારે તે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શકંર ચૌધરીને સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે ભાજપમાં તે શું કામ જોડાયા, તેમને શું આત્મજ્ઞાન થયું અને તે ભાજપમાં જોડાયા તે જાણવું રસપ્રદ રહેશે..!  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે