Breaking News - Loksabha Election માટે BJPએ ઉમેદવારોના નામની કરી ઘોષણા, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-02 19:48:59

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી વારાણસીથી લડવાના છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે. નવસારીથી સી.આર.પાટીલની પસંદગી ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. પોરબંદરથી મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  પોરબંદર - મનસુખ માંડવિયા, જામનગર - પૂનમબેન માડમ, આણંદ - મિતેશ પટેલ, ખેડા - દેવૂસિંહ ચૌહાણ, મનસુખ વસાવા  - ભરૂચ, નવસારી - સી.આર.પાટીલ, બારડોલી - પ્રભુ વસાવા ઉમેદવારી નોંધાવાના છે. વિનોદ ચાવડા - કચ્છ, બનાસકાંઠા - રેખાબેન ચૌધરી, પાટણ - ભરત ડાભી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવાના છે. 15માંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 

  

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.