Breaking News : ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાવાની છે પરીક્ષા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-13 14:45:37

વિદ્યાર્થીના જીવનમાં બોર્ડની પરીક્ષાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. ધોરણ-10 તેમજ ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી છે. ધોરણ 10 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. 


વેબસાઈટ પર જાહેર કરાશે કાર્યક્રમ

જીએસઈબી દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન પરીક્ષા યોજાવાની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુજકેટની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષય એટલે કે, ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. 


Image




ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....