Breaking News : Gujarat Governmentએ સરકારી કર્મચારીઓને આપી ગિફ્ટ!, કર્મચારીઓના હિતમાં લીધા આ નિર્ણય, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 15:50:58

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે સાંભળ્યા બાદ કર્મચારીઓ આનંદિત થઈ જશે! રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો જુલાઈ 2023થી કરવામાં આવ્યો છે અને ચાર ટકાનો કરાયો છે. ઉપરાંત રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને  લાભ આપવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્રીજા નિર્ણયની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.


આટલા લાખ કર્મચારીઓને આ નિર્ણયથી થશે ફાયદો!

સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યા છે. ભથ્થામાં થયેલા વધારાની અમલી જુલાઈ 2023થી આપવાની ઘોષણા કરવામાં આવી છે. જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે ના માત્ર સરકારી કર્મચારીઓને લાભ કરશે પરંતુ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને પણ કરશે.નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


તફાવતની રકમ પગાર સાથે ચૂકવવામાં આવશે.. 

મળતી માહિતી અનુસાર જુલાઈ 2023થી આ યોજનાની અમલી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેને કારણે ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તફાવતની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવતની રકમ માર્ચ-2024ના પગાર સાથે આપવામાં આવશે. તે સિવાય ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની તફાવતની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ મે-2024ના પગારમાં એડ કરવામાં આવશે.પગાર સાથે કર્મચારીઓને આ તફાવતની રકમ ચૂકવવામાં આવશે. એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.