Breaking News : જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂધ ફાયરિંગ, ઘટનામાં થયા આટલા લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 11:25:55

મહારાષ્ટ્રના પાલઘર નજીક જયપુર-મુંબઈ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં અંધાધૂધ ફાયરિંગ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ફાયરિંગ આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે અને મૃતકોમાં આરપીએફ ASI જવાન તેમજ 3 યાત્રિકો સામેલ છે. ફાયરિંગ કરી આરપીએફ જવાન ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. મળતી માહિતી અનુસાર જવાનને કસ્ટડિમાં લઈ લેવાયો  છે. કયા કારણોસર આ અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું જેનું કારણ હાલ સામે નથી આવ્યું.   

રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાન દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ 

અંધાધૂધ ફાયરિંગ થવાની ઘટના મુખ્યત્વે આપણે વિદેશમાં બનતી હોવાનું સાંભળીએ છીએ. ત્યાંથી આ પ્રકારના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ આ વખતે ભારતમાં ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ ટ્રેનમાં કરવામાં આવ્યું છે અને કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ જવાન દ્વારા કરવામાં આવ્યું છે. આરપીએફ જવાને પોતાના જ સિનિયર પર ગોળીબારી કરી છે અને તેમાં તેમનું મૃત્યુ થયું છે સાથે અન્ચ ત્રણ મુસાાફરોના પણ મોત અંધાધૂધ ફાયરિંગમાં થયા છે. મળતી માહિતી અનુસાર ટ્રેનના બી-5 કોચમાં સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જે આરપીએફ જવાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ ચેતન છે. ગોળીબારી કરનાર આરપીએફ જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે