બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના પૂર્વ CMના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસ અને નિવાસસ્થાન પર ITના દરોડા, આખો દિવસ ચાલી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-06 22:54:26

ગુજરાત રાજ્યના એક પૂર્વ સીએમના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસમાં ITના દરોડા પડ્યા છે. મળતી વિગતો મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આ સંબંધી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર પદ પર છે તેમની ઓફિસ અને નિવાસસ્થાન પર ITની ટીમે રેઈડ પાડતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ઓફિસ ધરાવતા અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં IT વિભાગના દરોડા આજે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.


ITએ અત્યંત ગુપ્તતા વચ્ચે રેઈડ પાડી


ઈન્કમ ટેક્સ વિભાગની આ રેડ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. જાણીતી ફાર્મા કંપનીના માલિકના નિવાસ્થાન અને ઓફિસમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મનપા પદાધિકારી અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફાર્મા કંપનીના માલિક બે મોંઘીદાટ કાર લઈ આવતાની માહિતીથી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી હતી, જો કે સાંજે સંપુર્ણ કાર્યવાહી પુરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાર્મા કંપનીના માલિકના મુંબઈના કનેક્શનમાં પડેલા આ દરોડાને લઈ એટલી હદે ગુપ્તતા રાખવામાં આવી હતી કે અમદાવાદની ઈન્કમ ટેક્સ ઓફિસને વિશ્વાસમાં લેવામાં આવી નહોંતી. મોટા માથાને ત્યાં પડેલા આ દરોડા રાજકીય વર્તુળો અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ વ્યક્તિ કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે પણ આવક વેરા વિભાગ આ અંગે જાણકારી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે