Breaking News - Swati Maliwal Caseમાં આવી મોટી update, કેજરીવાલના PA બિભવ કુમાર પોલીસ હિરાસતમાં! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 13:36:38

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતી માલીવાલ  થોડા દિવસોથી ચર્ચામાં છે.. તેમણે અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે.. 13મેના રોજ તેમની પર હુમલો કરાયો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી.. આને લઈ રાજનીતિ પણ ગરમાઈ.. સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો આ અંગે સવાલ

સ્વાતી માલીવાલે અરવિંદ કેજરીવાલના પીએ પર મારપીટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.. આ મામલે એકબાદ એક અનેક વીડિયો સામે આવી રહ્યા છે.. ગઈકાલે પણ એક વીડિયો આવ્યો હતો સામે ત્યારે આજે પણ વીડિયો સામે આવ્યો છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. બીજેપી આમ આદમી પાર્ટીને ઘેરવાની કોશિશ કરી રહી છે તો આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે. બે દિવસ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત પર જવાબ આપવાનું ટાળ્યું હતું.. 


સ્વાતી માલીવાલે કરી હતી પોલીસ ફરિયાદ 

સ્વાતી માલીવાલે પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ કાલે તે કોર્ટમાં હાજર થયા હતા. એફઆઈઆરની કોપી પણ સામે આવી છે જેમાં અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.     



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....