Breaking News : Rahul Gandhiને Supreme Courtએ મોદી સરનેમ કેસમાં આપી મોટી રાહત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:30:53

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને કારણે તે લોકસભાની ચૂંટણી પણ લડી શકશે અને તેમનું સાંસદ પદ પણ પાછુ મળી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે . 

 

ગુજરાત હાઈકોર્ટમાં પકડારવામાં આવી હતી સજા  

2019ના રોજ એક જનસભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ બાદ મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ગુજરાતના પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચના રોજ ગુજરાતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે બાદ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. સાત જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો હતો. અને બે વર્ષની સજાને યથાવત રાખી હતી.


સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીના વકીલને પૂછ્યા હતા અનેક સવાલ! 

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા હતા જ્યારે પૂર્ણેશ મોદીનો કેસ મહેશ જેઠમલાણી લડી રહ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે આ કેસમાં મહત્તમ સજા શા માટે? તેમને (રાહુલ ગાંધી)ને ઓછી સજા આપી શકાઈ હોત પરંતુ શા માટે મહત્તમ સજા ફટકારવામાં આવી? રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલ સરનેમ મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક મોદી કરાવી છે.       

v


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે