Breaking News : Sikkimમાં વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવ્યું પૂર, સેનાના જવાનો થયા લાપતા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 09:53:22

દેશના અનેક રાજ્યોમાં વરસાદે ભારે બેટિંગ કરી છે. એટલો બધો વરસાદ વરસ્યો કે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર અચાનક વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષાકર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાનોને શોધવા માટે તપાસ ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યાની મુલાકાત સિક્કમના મુખ્યમંત્રીએ લીધી છે.

 

આભ ફાટવાને કારણે નદીમાં આવ્યું પૂર  

વાદળ ફાટવાને કારણે અનેક વખત તારાજી સર્જાય છે. ઘણા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું હતું. એ ઘટનામાં બહુ મોટું નુકસાન થયું હતું. એ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં ઘણા વર્ષો વિત્યા હતા ત્યારે સિક્કિમમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે. સિક્કિમમાં કુદરતી આફત આવી છે. આભ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટનામાં સેનાના 23 જેટલા જવાનો લાપતા થઈ ગયા છે. આર્મી જવાનોનો ક્યાં જતા રહ્યા તે જાણી શકાયું નથી.

 


સૈનાના વાહનો આવ્યા પૂરની ચપેટમાં 

ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર વાદળ ફાટ્યું જેને કારણે નદીમાં ભયંકર પૂર આવ્યું. નદીમાં પૂર આવવાને કારણે ખીણમાં પાણી આવી પહોંચ્યું હતું. અને પૂરે પોતાની લપેટામાં સેનાના જવાનો આવી ગયા છે.  સિંગતામ નજીક બારદાંગમાં ઊભેલા સૈન્ય વાહનો પણ પૂરની લપેટમાં આવી ગયા હતા અને તેના લીધે સૈન્યના 23 જવાનો ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે