Breaking News : તોડકાંડને લઈ સૌથી મોટા સમાચાર, યુવરાજસિંહના જામીન કોર્ટે કર્યા મંજૂર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 15:48:45

 યુવરાજસિંહ જાડેજાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુવરાજસિંહના જામીનને કોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ સિવાય તમામ પાંચ લોકોના જામીન કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાની વાત યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવી હતી. ભાવનગર કોર્ટે યુવરાજસિંહને ગુજરાત ના છોડવાની શરતે જામીન મંજૂર કર્યા છે.   

ભાવનગર કોર્ટે યુવરાજસિંહના જામીન કર્યા મંજૂર

થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાદ આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની હતી. ડમીકાંડ મામલે તપાસ કરવામાં આવી રહી તેમ તેમ અનેક અનેક આરોપીઓની ધરપકડ થતી ગઈ. ડમીકાંડ મામલે તપાસ ચાલી રહી હતી તે બધા વચ્ચે યુવરાજસિંહ પર તોડકાંડનો આરોપ લાગ્યો. આ મામલે તપાસ ચાલતી હતી તે દરમિયાન યુવરાજસિંહ સહિત 5 પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમય જતા જતા યુવરાજસિંહ સિવાય તોડકાંડના આરોપીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર કોર્ટ સમક્ષ જામીન માટે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. 


તોડકાંડમાં 6 લોકોની કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનિય છે કે યુવરાજસિંહે જામીન માટે અનેક વખત અરજી કરી હતી. 15 જુલાઈના રોજ જામીન માટે અરજી દાખલ કરવામાં હતી. તેમાં યુવરાજસિંહના વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે. 18 જુલાઈના રોજ તપાસ અધિકારી દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે 24 જુલાઈએ ભાવનગર કોર્ટે યુવરાજસિંહના જામીનને મંજૂર કરી દીધા છે. મહત્વનું છે કે આ કેસમાં યુવરાજસિંહના બે સાળા, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા તેમજ રાજુની ધરપકડ ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આની પહેલા જ્યારે મીડિયા સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા ત્યારે તેમણે  કહ્યું હતું કે ફિલ્મ તો હજી બાકી છે. હવે જોવું એ રહ્યું કે બહાર આવ્યા બાદ યુવરાજસિંહ કયા મોટા ખુલાસા કરી શકે છે?  યુવરાજસિંહને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી.   



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.