થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?
સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની , તો તેમણે IB એટલેકે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તપન ડેકા સાથે મિટિંગ યોજી છે. આ સાથે જ વિવિધ અર્ધલશ્કરી દળોના DG જેમ કે BSFના DG દલજિતસિંહ ચૌધરી , CISFના DG રાજવીન્દર સિંહ ભટ્ટી પણ બેઠકમાં હાજર હતા. સાથે જ સંભાવના છે કે આવનારા સમયમાં NSA અજિત ડોવાલ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી શકે છે. વાત રક્ષામંત્રીની રાજનાથ સિંહની , તો તેમણે સાઉથ બ્લોકમાં બેઠક યોજી છે. જેમાં CDS અનિલ ચૌહાણ , ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી , ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી , એરચીફ માર્શલ એ પી સિંહ , સાથે જ ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ હાજર હતા .
વાત કરીએ અન્ય મંત્રાલયોની તો , હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડાએ બેઠક યોજી હતી જેમાં તેમણે દેશની આ પરિસ્થિતિઓમાં આરોગ્યની સેવાઓ વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી હતી. સાથે જ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઇને ચર્ચા હાથ ધરી છે.