Breaking News : 'એક દેશ-એક ચૂંટણી'ને લઈ કેન્દ્ર સરકારે કમિટીની કરી રચના, આમને બનાવાયા કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-01 12:54:06

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિશેષ સત્ર બોલાવાતા રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે એક દેશ ચૂનાવને લઈ નિર્ણય આવી શકે છે. ત્યારે ન્યુઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી એક માહિતી આપી છે કે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટી બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણીને લઈ કમિટીની રચના કરી છે જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે.

  

      

મોદી સરકાર લાવી શકે છે એક દેશ એક ચૂંટણી પર બિલ! 

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન સંસદની પાંચ બેઠકો યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે. દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે રાજકીય પક્ષોને આ અંગે છ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે.


લો કમિશને રાજકીય પાર્ટીઓ પાસે માગ્યો હતો જવાબ

22મા કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના મંતવ્યો માંગતી જાહેર નોટિસ બહાર પાડી હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવાથી કોઈ પણ રીતે લોકશાહી, બંધારણના મૂળભૂત માળખાનું કે દેશના સંઘીય માળખાનું ઉલ્લંઘન થાય છે? કમિશને એમ પણ પૂછ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા અથવા ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર દ્વારા કરી શકાય છે? ત્યારે એવી માહિતી સામે આવી રહી છે આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પૂર્વરાષ્ટપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે