Breaking News : સંતરામપુર બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, ફરીથી થશે મતદાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 15:06:15

ગઈકાલે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બુથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું. ચૂંટણી પંચ દ્વારા આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર 11મી તારીખે ફરી મતદાન થવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે મતદાન યોજાયું.. આખી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ.. પરંતુ ગઈકાલ બપોરે એક વીડિયો સામે આવ્યો. મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી. વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથ પર પહોંચી જાય છે અને ત્યાંથી ઈન્સ્ટા લાઈવ કરે છે...  

લાઈવ દરમિયાન વિજય ભાભોર કહેતો હતો કે...

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. 


11 તારીખે ફરી થશે ચૂંટણી આ બૂથ પર 

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સવાલો અનેક થયા.. ત્યાં હાજર અધિકારીઓ પર સવાલ થાય.. વિજય ભાભોરમાં આવું કૃત્ય કરવાની હિંમત ક્યાંથી આવી? આ વીડિયો સામે આવ્યા બાદ થોડા કલાકોની અંદર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.. આ બૂથ પર ફરીથી મતદાન કરાવવામાં આવે તેવી માગ ઉઠી હતી ત્યારે આજે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બૂથ પર ફરી મતદાન યોજાશે 11 તારીખે.. આશા રાખીએ કે આવી ઘટના ફરીથી ના બને..!

   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.