Breaking News : Gujarat BJPમાં ચાલી રહ્યા છે આંતરિક ડખા! ભાજપના પ્રદેશ મહામંત્રીએ પદ પરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-08-05 13:07:44

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલના જૂથને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સી.આર.પાટીલ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બધા વચ્ચે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. અચાનક મહામંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ ઉભી થઈ રહી છે. રાજકીય વર્તુળમાં એવા પણ તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે કે પાટીલ સામે પત્રિકાયુદ્ધનો ભોગ પ્રદિપસિંહ વાઘેલા બન્યા છે. જ્યારે પ્રદીપસિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે રાજીનામું અઠવાડિયા પહેલા જ આપી દીધું હતું. મળતી માહિતી અનુસાર બીજેપીના રાષ્ટ્રીય સંગઠને તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. પાર્ટી દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અંગતકારણોસર પદ પરથી રાજીનામું આપી દીધું છે.  


ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું!

ભારતીય જનતા પાર્ટી હમેશા પોતાના સંગઠન અને શિસ્તતા માટે જાણીતી પાર્ટી છે. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ જ્યારે કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો બધા સહેમત થઈ જાય છે પણ એ જ બીજેપીમાં હવે ભંગાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજેપીના એ નેતા જે દરેક કાર્યકમમાં આગળ હોય છે, તેવા પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપી દીધું કે લઈ લેવાયું છે તે એક મોટો સવાલ છે. વર્ષો પહેલા પણ આવુ જ કંઈક ભાજપમાં થયું હતું અને ફરીથી ભાજપમાં જુથવાદ હોવાનું સામે આવ્યું છે. આમ તો પ્રદીપ સિંહના રાજીનામાં પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે.  કહેવાય છે કે પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતા રાજીનામું ધરી દીધું છે.


પેનડ્રાઈવ કેસમાં આવી રહ્યા છે ભાજપના નેતાઓના નામ!

પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. બીજી વાત એ પણ સામે આવી હતી કે તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થઈ હતી એટલે આ પણ કારણ હોય શકે અને છેલ્લું ને સૌથી વધારે ચર્ચામાં આવતું કારણ એ કે , સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદીપસિંહનું નામ શંકાના ઘેરામાં છે. એટલે આમ નાના મોટા 2-3 કારણો ભેગા કરીએ તો પણ સૌથી સ્ટ્રોંગ કારણ એ છે કે પાટિલ પત્રિકા વાળા કેસમાં જેમ જિનેન્દ્ર શાહએ કહ્યું હતું કે બીજા અનેક અંદરના નેતાઓ છે એમ એક બાદ એક પત્તા ખૂલતાં જઈ રહ્યા છે. જેમાં પહેલા ગણપત વસાવા પછી રાજૂ સોલંકી અને હવે પ્રદીપસિંહ પણ શકના દાયરામાં છે. 


નરેન્દ્ર મોદી સાથે પણ કંઈક આવું જ થયું હતું!

પ્રદીપ સિંહએ મહામંત્રી પદથી રાજીનામું આપ્યું છે, પાર્ટીથી નહીં પરંતુ પોતાના પદ ઉપરથી. વર્ષો પહેલા નરેન્દ્ર મોદી સાથે પણ કઈક આવું થયું હતું ત્યારે સરકારની છબી ખરાબ કરવાના આરોપ હતા જ્યારે પ્રદીપસિંહના કેસમાં પાર્ટી અધ્યક્ષની છબી ખરાબ કરવાના આરોપ છે એટલે વર્ષો પછી ફરી ભાજપમાં એ જુથવાદ દેખાય છે જેના કારણે ભાજપનો યાદવાસ્થળી દેખાય છે પણ આ બધી આગ લાગવાની શરૂઆત એક વીડિયો એક વ્યક્તિથી થઈ જેમાં જિનેન્દ્ર શાહ નામના વ્યક્તીએ સી.આર.પાટિલ પર ગંભીર આરોપો લગાવ્યા કે પાટિલે કરોડો રૂપીયા ચાઉ કરી ગયા છે પછી તે પેનડ્રાઇવ અનેક નેતાઓ સુધી પહોંચી તપાસમાં સામે આવ્યું કે પાટિલની ઇમેજ બગળવા પાછળ પક્ષનાજ બીજા નેતા અને હવે જુથવાદ ચરમસીમાએ છે કે લોકોના રાજીનામાં લઈ લેવામાં આવી રહ્યા છે હવે આ જુથવાદ bjpને ક્યા લઈ જશે તે જોવાનું રહ્યું...  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.