પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે... પાકને લણવાનો સમય જ્યારે આવ્યો ત્યારે વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.. જગતના તાત બેહાલ થઈ ગયા છે.. સરકાર જલ્દી સહાય નક્કી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.. અનેક ખેડૂતોએ સરકારને રજૂઆત પણ કરી છે.. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..
1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર!
હાલ દિવાળીના સમયમાં પણ વરસાદ વરસી રહ્યો છે.. વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે... મગફળી, કપાસ જેવા પાકોને ખૂબ નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે.. વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસના પાક માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. 6 હજાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ રાહત પેકેજને કારણે 7 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે.... જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે મળે છે?