Breaking News : Surat લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત! મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા!


  • Published By :
  • Published Date : 2024-04-22 16:50:08

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ જીતશે તેવા દાવાઓ અનેક વખત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક બેઠક પર ભાજપની જીત હમણાંથી થઈ ગઈ છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. મહત્વનું છે આ અંગેની સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા બાદ થઈ શકે છે... ઉલ્લેખનિય છે કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સી.આર.પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવારને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.       

ભાજપના ઉમેદવારને વગર ચૂંટાયે મળી ગઈ જીત! 

ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોણ જીત હાંસલ કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. મતદાન 7મેના રોજ થવાનું છે અને પરિણામ 4 જૂનના રોજ આવવાનું છે. ઉમેદવારી ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે અંગેનું ચિત્ર આજ બપોર સુધીમાં ક્લીયર થઈ જશે. આ બધા વચ્ચે સુરત લોકસભા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં મતદાન થાય તે પહેલા જ ઉમેદવારની જીત થઈ ગઈ છે...! 

બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પરત લીધું ફોર્મ 

સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિમહરીફ ચૂંટાયા છે.. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે આજે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર થોડા દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.. 


કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવારી ફોર્મને લઈ થયો વિવાદ 

સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ સહિત 9 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. તેમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. જેને કારણે આજે ભાજપના ફાળે  સુરત લોકસભા બેઠક આવી છે.. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ ઉભો થયો હતો.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે