BREAKING: બિહારમાં નિતીશ કુમારે જીતી લડાઈ, બહુમતીથી 7 વોટ વધુ મળ્યા, પક્ષમાં 129 અને વિપક્ષમાં શૂન્ય મત


  • Published By :
  • Published Date : 2024-02-12 16:37:37

બિહાર વિધાનસભામાં નિતીશ કુમારની સરકારે ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. નિતીશ કુમારે ધ્વની મતથી જીત મેળવી છે. સરકારના પક્ષમાં 129 મત અને વિપક્ષમાં કોઈ વોટ પડ્યો નહોતો. નિતીશ કુમારે ડેપ્યુટી સ્પિકરને કહ્યું કે વોટિંગ કરાવી લેવામાં આવે. ગૃહમાં જેવું વોટિંગ શરૂ થયું કે તરત જ તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું. જો કે વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નિતીશ સરકારને બહુમતીથી 7 મત વધુ મળ્યા હતા.


નિતીશ કુમારે શું કહ્યું?


બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમારે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ. નીતિશ કુમારે કહ્યું કે અમારા પહેલા તેમના માતા-પિતાને 15 વર્ષ કામ કરવા મળ્યું હતું. તેમણે શું કર્યું? ત્યાં કોઈ રસ્તો હતો? અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. લોકો સાંજના સમયે બહાર નીકળવામાં ડરતા હતા. નીતિશ કુમારે કહ્યું કે અમે બધાને એક કરવાનો પ્રયાસ કર્યો. કંઇક થયુ? કોંગ્રેસ ડરી ગઈ હતી. અમે કહ્યું કે અન્ય પક્ષોને એક કરો. ત્યારે અમને ખબર પડી કે તેમના પિતા (લાલુ યાદવ) પણ તેમની સાથે હતા. અમે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. સૌના હિતમાં કામ કરીશું. નીતિશ કુમારે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે