Breaking: લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, મોદી સરકાર UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-08 17:35:08

મોદી સરકાર દ્વારા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકાર વતી શ્વેતપત્ર રજૂ કર્યું છે. UPA સરકાર દરમિયાન કથિત આર્થિક ગેરવહીવટ સામે સરકાર આ શ્વેતપત્ર લાવી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે આના વિરોધમાં 'બ્લેક પેપર' લાવવાનો નિર્ણય કર્યો છે.


શા માટે મોદી સરકાર  લાવી 'વ્હાઈટ પેપર'?


સૌથી પહેલા તો જાણી લો કે મોદી સરકાર 'વ્હાઈટ પેપર' કેમ લાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દ્વારા સાંસદોને જણાવવામાં આવશે કે વર્ષ 2014 (મોદી સરકારની રચના પહેલા) પહેલા દેશ કેવા પ્રકારનું શાસન, આર્થિક અને રાજકોષીય સંકટનો સામનો કરી રહ્યો હતો. આ સિવાય સંસદ સભ્યોને જનતાને જણાવવા માટે કહેવામાં આવશે કે મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..