DELF નામની પુલ ડિઝાઈન કરતી કંપનીએ ગડબડીમાં રેકોર્ડ બનાવ્યો છતાં પણ સતત કામ કેવી રીતે મળે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-12 17:55:31

ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ

વાઘે માર્યો માનવી, એમાં શું ઈન્સાફ!

સામાન્ય ઓફીસમાં કામ કરતા માણસો માટે પણ નિયત નિયમ હોય છે કે એક વાર ભુલ થાય તો માફી, પણ સતત ભુલ થાય તો એને ગુનો ગણવામાં આવે, પણ કમનસિબે સરકારી વ્યવસ્થામાં આટલી પાયાની વાત સમજાતા ખબર નહીં હજુ કેટલા વર્ષો લાગશે! વાત આજે એવી જ એક કંપનીની કરવી છે જે સતત બ્રિજ બનાવવા માટે અપાતી પોતાની ડિઝાઈનીંગના કામમાં વગોવાઈ, છબરડાં કર્યા, બ્લેક લિસ્ટ થઈ, ન્યાયીક સંઘર્ષ ચાલ્યો, પણ છેલ્લે સરકારી કામ મળવાનાં તો ચાલુ જ રહ્યાં, જાણે સરકાર એ સંદેશ આપી રહી હોય કે મનફાવે એમ કરો, અમારે કેટલા ટકા!

Delf Engineers India – Where passion meets professionalism


રાજ્યભરમાં રાજ કરતી આવી અનેક કંપનીમાંથી એકનું નામ છે DELF, આ કંપનીનું કામ બ્રિજની ડિઝાઈન્સ બનાવવાનું છે. ખેડામાં બનેલા એક બ્રિજમાં સમસ્યાઓ સામે આવતા વર્ષ 2020માં આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો સરકારે નિર્ણય કર્યો, ડેલ્ફ કંપની આ નિર્ણય સામે હાઈકૉર્ટમાં ગઈ કે અમને સાંભળ્યા વગર આ નિર્ણય કરવામાં આવ્યો છે, અમને એક વાર અમારી વાત કહેવાનો મોકો આપવામાં આવે, કૉર્ટે મોકો આપ્યો, સરકારે વાત સાંભળી, અને ફાઈલ સતત અટવાયા પછી આખરે વર્ષ 2022માં ડેલ્ફને સરકારી કામોમાંથી બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો, આમ તો આ પ્રતિબંધ ચાલવો જોઈતો હતો 2025 સુધી, પણ ઓળખાણ સૌથી મોટી ખાણના નાતે ડેલ્ફ વાળા ક્યાંકથી તો કોઈક છેડા અડાડીને આવ્યા, એમનાં પરનો પ્રતિબંધ 13મી જૂન 2024એ છેલ્લા ફકરામાં કોઈ જ તપાસ સમિતિના રિપોર્ટ કે બીજા કોઈ ઉલ્લેખ વગર હટાવી દેવાયો. સરકાર એ વાતનો જવાબ આપશે કે પોતે જ જેને ખરાબ કામોનાં કારણે બ્લેકલિસ્ટ કરી હતી એ જ કંપની પરનો પ્રતિબંધ કેમ હટાવી લેવાયો?


સરકાર પ્રતિબંધ સુધી એટલે પહોંચી હતી કેમ કે ખેડાના પુલ પ્રકરણમાં 35 લાખ જેટલો દંડ કંપનીને ભરવાનો કહ્યો પણ એમણે એ દંડ પણ ના ભર્યો, ડેલ્ફને ખાલી અમદાવાદ શહેરમાં જ ચાર બ્રિજના કન્સલ્ટન્ટ તરીકે પસંદ કરી હતી, બોપલ પાસેના મમદપુરા, હાટકેશ્વર, ઘોડાસર અને મકરબા, આ ચારમાંથી બે બ્રિજ તો પહેલેથી જ પ્રશ્નોનાં ઘેરામાં આવી ગયા છે. બોપલ અને હાટકેશ્વર બંને બ્રિજમાં ફોલ્ટી ડિઝાઈનની ફરીયાદ ઉઠી છે




મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટે તો પ્રધાનમંત્રીએ પણ વારંવાર માફી માંગવી પડે, દરેક વ્યક્તિ અકળાઈ ઉઠે, પણ ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ એટલે કે હાટકેશ્વર બ્રિજ તુટે તો કાર્યવાહીના નામે ગમે તે એકને બલિનો બકરો બનાવીને તપાસના તરકટ થાય, 

સરકાર, નેવી, પીડબલ્યુડી અને કોન્ટ્રાક્ટરો... છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા  તોડી પાડવાના મામલામાં ઘણા પાત્રો સામે આવ્યા. - Government, Navy, PWD and ...

Delf Consulting Engineers India Pvt. Ltd. - Service Provider from Ellis  Bridge, Ahmedabad, India | About Us

હાટકેશ્વર બ્રિજમાં શું બન્યું?

40 કરોડનો ખર્ચો, વિવાદાસ્પદ વિષય બન્યો, કોન્ટ્રાક્ટર પર આરોપો થયા, સરકારે કાર્યવાહી કરી, અજય ઈન્ફ્રા નામની કંપનીએ આ બ્રિજ બનાવ્યો તો કંપનીના ડિરેક્ટરોને જેલમાં પુરાયા... કોન્ટ્રાક્ટરોએ પોતાનાં પક્ષમાં જે તે સમયે કહ્યું કે અમને કોઈ પણ બાંધકામ માટે ડિઝાઈન તૈયાર મળતી હોય છે, જેમ કે જમવાનું બનાવવાની ફીક્સ રેસિપી... આ વાત કોન્ટ્રાક્ટરનો પોતાનો પક્ષ હોઈ શકે છતાંય સવાલ એ થયો કે એક પુલ બનવા અને પડવાની વચ્ચે માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, અનેક લોકો જોડાયેલા હોય છે, કોર્પોરેશને નક્કી કર્યું કે આ પુલ બનાવવો છે એનાં પછી એ કન્સલટન્ટ પાસે ડિઝાઈન તૈયાર કરાવે છે, હાટકેશ્વર બ્રિજના કિસ્સામાં એ કનસ્લટન્ટ ડેલ્ફ કંપની છે, કમિશનરથી લઈ બાંધકામ સાથે સંકળાયેલા લોકો બધું નક્કી કરવાથી લઈ એનું મોનિટરીંગ કરે છે, પુલ બને પછી લોકાર્પણ પહેલા એનો ક્વોલીટી એન્ડ કન્ટ્રોલ ટેસ્ટ થાય છે.... પુલ બની રહ્યો હોય એ દરમ્યાન પણ સેમ્પલ લેવાય છે કે યોગ્ય ગુણવત્તાની વસ્તુઓ વપરાઈ રહી છે કે નહીં, અને એ કરવાનું કામ પણ કોર્પોરેશનનું હોય છે, તો અંતે સમસ્યા આવે એમાં માત્ર કોન્ટ્રાક્ટર પર જ પગલાં લેવાય અને ડિઝાઈન કરનાર કંપની, ડિઝાઈન પ્રાપ્ત કરનાર અધિકારી, સરકારી એન્જીનિયર આ બધા જવાબદાર કોઈ દિવસ કેમ ના ઠરે!

હલકી ગુણવત્તા, ભ્રષ્ટાચારને કારણે વિવાદાસ્પદ બનેલ હાટકેશ્વર બ્રિજના 8 સ્પાન  તોડી નખાશે, 24.87 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને નવા કોન્ટ્રાક્ટરની ...

DELFને બ્લેકલિસ્ટમાંથી બહાર કઢાવવામાં પૂર્વ ધારાસભ્ય અને અધિકારીઓ જોડાયેલા

અમદાવાદ શહેરના એક પૂર્વ ધારાસભ્ય સાથે ડેલ્ફ વાળાને જોડાણ હોવાથી ગમે તે રીતે ગાંધીનગરમાં બ્લેક લિસ્ટીંગની અટવાયેલી ફાઈલ ક્લીઅર કરાવીને કંપનીને ફરી સરકારી કામોમાં જોડી દીધી છે, કમનસિબે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે કાર્યવાહીઓ આમાંથી કોઈ વ્યક્તિઓ પર ના થતા નાના નાના માણસોને પુરી દેવાય છે. જો સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે દ્રઢ હોય તો આવા તત્વોને છાવરનારા પર કાર્યવાહી કરવાની શરૂઆત કરે એ જ અપેક્ષિત રહેશે.



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.