બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને થયું કેન્સર, 75 વર્ષના કિંગની બકિંઘમ પેલેસમાં ચાલી રહી છે સારવાર


  • Published By :
  • Published Date : 2024-02-06 16:12:16

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને કેન્સર થઈ ગયું છે. બકિંઘમ પેલેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના કિંગ ચાર્લ્સના વધેલા પ્રોટેસ્ટની સારવાર દરમિયાન તેમના કેન્સર અંગે જાણકારી આપી છે. નિવેદનમાં તે જાણકારી આપવામા આવી નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે અને શરીરના કયા ભાગમાં કેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્સર પ્રોસ્ટેટથી સંબંધિત નથી અને સોમવારે તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. કિંગ ચાર્લ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાદમાં તેમના ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.


બિમારી જાહેર કરવાની આપી મંજુરી


શાહી પ્રવક્તાએ કહ્યું કે કિંગ ચાર્લ્સ થોડા સમયમાં જ તેમનું કામકાજ શરૂ કરશે. જો કે તેમની બિમારીથી સાજા સમયમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ જાણકાર આપી નથી.  કિંગ ચાર્લ્સના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે પોતાના પ્રોસ્ટેટના ઈલાજને જાણી જોઈને જાહેર કર્યો કારણ કે આ કેન્સરની બિમારી અંગે લોકોમાં જાગરૂકતા વધે. 


PM ઋષિ સુનકે સ્વસ્થ થવાની શુભકામના પાઠવી


બ્રિટનના પીએમ ઋષિ સુનકે કિંગ ચાર્લ્સની કેન્સરની બિમારીમાંથી જલ્દી સાજા થાય તે માટે શુભકામના પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે કિંગ ચાર્લ્સ સંપુર્ણપણે જલ્દી સાજા થઈ જાય તે માટે હું પ્રાર્થના કરૂં છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે તે થોડા સમયમાં જ ફરી સ્વસ્થ થઈ પરત ફરશે.   



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...