BRTSની ખોટ વધીને અધધધ રૂ.265 કરોડ, વિપક્ષ કોંગ્રેસના શાસક ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-01-08 15:07:39

અમદાવાદીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી  BRTS હવે સફેદ હાથી સાબિત થઈ રહી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદમાં વર્ષ 2008માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી.  BRTSની ખોટથી પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાને  જબરદસ્ત ફટકો પડશે તેવી સંભાવના છે.


3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ


BRTS જનમાર્ગ સેવા વર્ષ 2008-09માં શરૂ થઈ હતી. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે. BRTSની આટલી મોટી ખોટ માટે વિપક્ષના નેતા નીરવ બક્ષીએ સત્તાપક્ષ ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. નિરવ પક્ષીએ કહ્યું કે ટ્રાસન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે. 


BRTSની ખોટ અંગે મેયરે શું કહ્યું?


BRTSની ખોટ અંગે ભાજપ પર વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માછલા ધોઈ રહ્યા છે મેયરે વિપક્ષને જવાબ આપ્યો છે.વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચાલવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવામાં નફા-નુકસાનનું જોવાનું હોય નહીં.' 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે