Budget 2024 LIVE : કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman રજૂ કરી રહ્યા છે વચગાળાનું બજેટ


  • Published By :
  • Published Date : 2024-02-01 11:54:49

6થી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. 11 વાગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ વાંચવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં નાણમંત્રીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વના દેશ આર્થીક વિકાસ કરી રહ્યો છે. ભારતને 2047 સુધીમાં વિકસીત કરવાનું કામ કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે 'અમારી સરકારે નાગરિક પ્રથમ અને લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે જવાબદાર, લોકો કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન પ્રદાન કર્યું છે.' એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવામાં આવી. 

 


બજેટ સત્રમાં નાણામંત્રીએ શું કરી વાત? 

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે 'દેશને એક નવો હેતુ અને નવી આશા મળી. જનતાએ ફરી સરકારને જંગી જનાદેશ સાથે ચૂંટ્યો. અમે બેવડા પડકારો સ્વીકાર્યા અને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર સાથે કામ કર્યું. અમે સામાજિક અને ભૌગોલિક સમાવેશ સાથે કામ કર્યું. નાણામંત્રીએ કહ્યું, 'છેલ્લા 10 વર્ષમાં અમે બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે બેંક ખાતા જેવા કામો રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યા છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. ખેડૂતોની ઉપજના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. સંસાધનોનું વિતરણ પારદર્શિતા સાથે કરવામાં આવ્યું છે. અમે અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાજિક પરિવર્તન લાવી શકાય. 4 કરોડ ખેડૂતોને પીએમ ફસલ યોજનાનો લાભ મળ્યો.   


2014માં ઘણા પડકારો હતા!

બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. દરેકનો સાથ, દરેકનો વિશ્વાસ અને દરેકના પ્રયાસના મંત્ર સાથે આગળ વધો.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે