AMCના અધિકારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, દબાણ હટાવવા આ અધિકારીએ તો હદ પાર કરી! જુઓ Video


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-10 14:37:37

જ્યારે કોઈ મોટા નેતા, કોઈ દેશના વડા કે ભારતના વડા કોઈ પણ રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને એકદમ સાફ કરી દેવામાં આવે છે. રસ્તા પર રોજગારી માટે ઉભા રહેતા લોકોને પણ દબાણ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવે છે. દબાણ વિભાગ દ્વારા આના માટે જે કામગીરી કરવામાં આવે છે, જે રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર કોર્પોરેશનના અધિકારીઓ એટલી દાદાગીરી પર ઉતરી આવતા હોય છે કે જેને જોઈને આપણને ગુસ્સો આવી જાય પણ. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગશે કે એએમસીના અધિકારીઓમાં સહેજ પણ માનવતા બચી નથી.  

દબાણ હટાવવા ગયેલા અધિકારીઓએ કર્યો દુર્વ્યવહાર! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે  તે અમદાવાદ શહેરનો છે. ગુજરાતમાં હાલ જ્યાં વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે. સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના નેતાઓ આવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈ મોટા નેતા આવે છે ત્યારે ત્યારે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. એએમસીની ટીમ આ માટે લાગી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ નીકળી પડ્યા છે દબાણ દૂર કરાવવા.. 



ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેચતી મહિલા સાથે કર્યું ગેરવર્તન 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે amcના અધિકારીઓ ફુગ્ગા વેચવા વાળી મહિલાની સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ મહિલાનો વાંક એટલો જ હતો કે તે તેનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે તેના બાળક સાથે ફુગ્ગા વેચી રહી હતી. ત્યારે ત્યાં અધિકારીઓ આવે છે અને આ મહિલાની સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હાજર રહેલા લોકોને પણ ગુસ્સો આવી જાય છે. અને ત્યાં હાજર રહેલા લોકો હોબાળો મચાવે છે. આપણે અહીંયા નાના માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાયમથી ચાલતું આવે છે. 


જેમ ગરીબની લારી દેખાય છે તેમ રસ્તા પર પડેલા ખાડા પણ દેખાય!

ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા ચોરો પર amc અને કોર્પોરેશનનું દબાણ ખાતું કેમ આવી દાદાગીરી નથી કરતુ એ પણ એક સવાલ છે. અમદાવાદમાં અને ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં આ દબાણખાતાના લોકો કેટલીય વાર લારીઓ વાળા સાથે દાદાગીરી કરતા હોય એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. અમે આશા રાખીયે છીએ કે જેમ amcને ગરીબની લારીઓ દેખાય છે એમ રસ્તા પર પડેલા ખાડાઓ અને તૂટેલા બ્રિજો પણ દેખાય



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.