Tata Technologiesના શેરોનું બમ્પર લિસ્ટીંગ, રોકાણકારોને અધધધ 140% રિટર્ન


  • Published By :
  • Published Date : 2023-11-30 14:28:54

Tata Technologies Limited (Tata Tech)ના શેરોનું ગુરુવારે દલાલ સ્ટ્રીટ પર ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું. Tata Technologiesના શેર રૂ. 1,200 પર લિસ્ટેડ થયા હતા. આ કિંમત રૂ. 500ની ઇશ્યૂ કિંમત કરતાં 140 ટકા વધુ છે. આ સાથે ટાટા ટેક્નોલોજીસ 2023ની શ્રેષ્ઠ લિસ્ટેડ કંપની બની ગઈ છે. શેરના લિસ્ટિંગ પછી કંપનીમાં રોકાણ કરનારાઓના નાણાં બમણાથી પણ વધુ થઈ ગયા છે.


માર્કેટ કેપ રૂ. 53,000 કરોડને પાર


નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પર ટાટા ટેક્નોલોજીસના શેર રૂ. 1,200 પર ખૂલ્યા હતા, જે રૂ. 140 ટકા અથવા રૂ. 700 કરતા વધારે હતા. ટાટા ટેક્નોલોજીસના મજબૂત લિસ્ટિંગને કારણે તેના માર્કેટ કેપમાં મોટો વધારો થયો છે અને તે હાલમાં રૂ. 53,000 કરોડને પાર કરી ગયો છે.


ગ્રે માર્કેટના અનુમાનો ખોટા પડ્યા


માર્કેટ લિસ્ટિંગ પહેલા, અનલિસ્ટેડ ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ રૂ. 406 હતું. વિશ્લેષકોએ પણ અપેક્ષા રાખી હતી કે કંપની તેના IPOને મળેલા જંગી પ્રતિસાદને પગલે બમ્પર ઓપનિંગ કરશે. જો કે એનાલિસ્ટના અનુમાનો કરતા પણ વધુ રિટર્ન રોકાણકારોને મળ્યું છે. ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓને રૂ. 1.5 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરીમાં 16 ગણું, લાયક સંસ્થાકીય ખરીદદારો 203 ગણું અને બિન-સંસ્થાકીય રોકાણકારો 62 ગણું ઓવરસબ્સ્ક્રાઇબ મળ્યું હતું.



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...