લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ખટરાગ સામે આવી રહ્યો છે, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ બેન માડમ વચ્ચેનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તથા સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાની આંતરિક લડાઈએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આજ કારણે ભાજપે ત્રણેય અગ્રણી નેતાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનવાને લઈ શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટી તરફથી કોઈ નોટિસ મળી હોવાનો સાફ ઈન્કાર કર્યો છે.
શા માટે રાજકારણ ગરમાયું?
રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની અવગણના કરવામાં આવી હોવાથી પાર્ટીએ શિસ્ત ભંગની નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.
પાર્ટીએ ખુલાસો માગ્યો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે આગામી દિવસોમાં આકરા પગલાં તોળાઇ રહ્યાનો નિર્દેશ રાજકીય આગેવાનોએ આપ્યો હતો.






.jpg)








