Vocal For Localને C.R.Patilએ કર્યો પ્રોત્સાહિત, સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવડા, લોકોને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-11 19:05:05

દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે કાળી ચૌદસ છે, આવતી કાલે દિવાળી લોકો મનાવશે. દિવાળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ હશે. સ્થાનિક લોકોને રોજગાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગર પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા જેમાં દિવાળીની ખરીદી ફેરીયાઓ જોડેથી કરવી જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા ખરીદ્યા અને આવા વિક્રેતાઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અપીલ કરી હતી.

સી.આર.પાટીલે સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવા 

છેલ્લા થોડા સમયથી વોકલ ફોર લોકલ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરોને કામ મળી રહે, તેમના પરિવારનું ગુજરાન થાય તે હેતુથી આ કેમ્પેઈન ચાલી રહ્યું છે. દિવાળીના સમયે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો, અનેક એવી રિલ્સ આવતી હોય છે જેમાં આ મેસેજ પાઠવવામાં આવતો હોય છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ અંગે ટ્વિટ કર્યું હતું જેમાં આવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવા સી.આર.પાટીલે સ્થાનિક કારીગર પાસેથી દીવડા ખરીદ્યા હતા અને લોકોને અપીલ કરી હતી તે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી કરે.


અનેક પરિવારો આ કમાણી પર હોય છે નિર્ભર 

મહત્વનું છે કે અનેક એવા કારીગરો હશે જે રોજનું કમાઈને રોજનું ખાતા હશે. જો કોઈ દિવસ તેમના ત્યાંથી ખરીદી નથી થતી તો તેમના પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. તેમની કમાણી પર આખા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે આવા લોકો પાસેથી પણ ખરીદી કરી લેવી જેમની દિવાળી આપણા થકી ઉજવળ બની શકે છે. આપણે તેમની પાસેથી સામાન ખરીદીશું તો જ તે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે...      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.