C.R.પાટીલએ કેજરીવાલની ગેરન્ટીઓ પર કર્યા વાર.........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:01:38

ગુજરાત વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપની ટક્કર વધી રહી છે વિધાનસભા ચૂંટણી પહેલા AAP વિવિધ ગેરન્ટીઓ આપી રાજ્યની જનતાને આકર્ષવાની કોશિશ કરી હતી. દરમિયાન સી.આર.પાટીલે કોઈપાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે AAP પર નિશાના કર્યા છે. તેમણે દરમિયાન શિક્ષણ, સુવિધાઓ, રોડ-રસ્તા સહિતની સુવિધા પર નજર કરવા AAPના અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે અને તેમણે કહ્યું લોકો ગુજરાતમાં આવી તમને ગેરમાર્ગએ દોરવાનો પ્રયાસ કરશે અને તમને લાલચવા વાળી વાતો કરશે અને આની સાથે તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધા છે .....

 

શું કહ્યું C R પાટિલે ??

સી આર પાટિલે AAPનું નામ લીધા વગર કહ્યું તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જશો

 

પાટીલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા


સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો જનતાની વાત કોઈ સાંભળતું પણ નહોતું. અહીં અધિકારીઓ જનતા સામે તૂ-તૂ-મે-મે કરવામાંથી ઉંચા આવતા નહોતા. તે સમયે સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે