Cadbury Dairy Milk Worm: કેડબરીની ચોકલેટમાંથી ફરી જંતુ નિકળતા હડકંપ, આ વખતે કંપનીએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:26:07

જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્ક  (Cadbury Dairy Milk)ની ચોકલેટમાં ફરી એક કીડો મળી આવ્યો છે. હૈદરાબાદ (Hyderabad)ના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં કીડા(Worm in Cadbury Chocolate)નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચોકલેટમાં એક જીવંતું જંતુ રખડતું જોવા મળે છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જેંચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.


રોબિન જેંચિયસે કરી પોસ્ટ


રોબિન જેંચિયસે વીડિયો શેર કરતા લખ્યું છે કે રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદવામાં આવેલી કેડબરી ચોકલેટમાં કોઈ જંતુ ફરતું જોવા મળ્યું છે. શું આ પ્રોડક્ટની કોઈ ક્વોલિટી તપાસ થાય છે. તેનાથી આરોગ્ય જોખમો માટે કોણ જવાબદાર છે? આ ચોકલેટ માટે રોબિને 45 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. જેંચિયન્સે આ પોસ્ટ 9 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે શેર કરી હતી. ત્યાર બાદ તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


કેડબરી કંપનીએ શું કહ્યું?


કેડબરી ડેરી મિલ્કે આ પોસ્ટ અંગે જવાબ આપતા લખ્યું છે કે મોંડેલેજ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ (કેડબરી ઈન્ડિયા લિમિટેડ) સૌથી ઉચ્ચ ગુણવત્તાના માપદંડો જાળવી રાખવાના પ્રયાસો કરે છે. અમને તે જાણીને દુ:ખ થાય છે કે તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો. તમારી ચિંતાઓના સમાધાન માટે અમારી સાથે વાત કરો.



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....