કોલકાત્તા હાઈકોર્ટે રિપબ્લિક બાંગ્લા'ના પત્રકારને આપ્યા જામીન, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-22 18:09:15

કોલકાત્તા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે 'રિપબ્લિક બાંગ્લા'ના પત્રકાર સન્તુ પાનને જામીન આપ્યા છે. પંશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના થઈ રહેલા જાતિય શોષણ મુદ્દે રિપોર્ટિંગ કરી રહેલા સન્તુ પાનની લાઈવ કેમેરા સામે બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે રિપબ્લિક તરફથી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે સન્તુ પાનની ધરપકડ બાદ દેશભરમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 


શું છે સમગ્ર મામલો?


પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક મહિનાથી માહોલ ગરમ છે. ટીએમસી નેતા શાહજહા શેખ તેના સાથીદારો શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિતના લોકો પર આરોપ છે કે કે સુંદર મહિલાઓને ઘરેથી ઉપાડીને ટીએમસીની સ્થાનિક ઓફિસ લઈ આવતા હતા અને તેમનું જાતિય શોષણ કરતા હતા. આ મહિલાઓને બંદી બનાવી રાખતા હતા. રાષ્ટ્રિય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ આ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ મહિલાઓ તરફથી ફરિયાદ નોંધાવી હતી. 



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.