ગેનીબેન ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે.. પોતાના નિવેદનોને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે... ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.. ગેનીબેન ઠાકોરની જીત થતાં આ બેઠક ખાલી પડી અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... 13 નવેમ્બરે આ બેઠક માટે મતદાન થવાનું છે અને ચૂંટણી જીતવા માટે પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે... ગેનીબેન ઠાકોર સતત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે... ત્યારે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ માટે આશાવાદ આ બેઠકથી જાગશે તેવી વાત કરી હતી...
ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર
ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે.. એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસની સરકાર નથી આવી જવાની અને નથી તો ભાજપની સરકારને ફેર પડવાનો.. પરંતુ આ એક બેઠકથી 2027માં કોંગ્રેસનો પવન ફૂંકાશે.. તે ઉપરાંત મુખ્યમંત્રી તેમજ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા..
આ વખતે વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ
કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે વાવ વિધાનસભાને કારણે કોંગ્રેસમાં એક આશા જીવંત છે.... વાવમાં પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા જેને કારણે કોંગ્રેસને મનોબળ મળી રહેતું હતું... આ વખતે ત્યાં ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુત છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે... તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે.. ત્રણેય ઉમેદવાર પોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે... પ્રચાર માટે જ્યારે નેતાઓ જાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે..ગેનીબેન ઠાકોર સતત ગુલાબસિંહ રાજપુત માટે પ્રચાર કરી રહ્યા છે... ઠાકોર સમાજને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે મતદાન કોંગ્રેસના તરફેણમાં કરજો.. ત્યારે જોવું રહ્યું કે વાવ વિધાનસભાના મતદાતા કોના પર વિજયનો તાજ પહેરાવે છે..