શું BJP 400ના લક્ષ્યાંકને પાર કરી શકશે? સાંભળો શું કહ્યું Navsariના યુવાને જ્યારે Jamawat Election Yatra પહોંચી હતી નવસારી


  • Published By :
  • Published Date : 2024-05-03 12:45:03

ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે... આ વખતે પણ 26 બેઠક ભાજપને જાય અને પાંચ લાખની લીડ સાથે જીત થાય તે ઈરાદા સાથે ભાજપ આગળ વધી રહી છે...મતદાન કરવા જતા પહેલા લોકો આ ચૂંટણીને કઈ રીતે જોવે છે, કયા મુદ્દાઓની અસર તેમને થાય છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે.. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી નવસારી અને ત્યાંના યુવાનો સાથે વાત કરી હતી.. 

ચૂંટણીને લઈ શું વિચારે છે ભારતની યુવા પેઢી

જમાવટની ઈલેક્શ યાત્રા મતદાતાઓ સાથે વાતચીત કરતી હોય છે અને તેમના મુદ્દાઓને જાણવાની કોશિશ કરતી હોય છે...દેશના ભાવિ આ ચૂંટણીને લઈ શું વિચારે છે, રાજકીય પાર્ટીને લઈ શું વિચારે છે તે જાણવા માટે ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે ટીમે વાત કરી હતી... યુવાનો દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી, વાત સાંભળી તમને થશે કે વાત સાચી છે. કોઈ યુવાનો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં બોલ્યા તો કોઈએ કહ્યું કે આપણે ત્યાં ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ... 


કોણ છે નવસારી બેઠકના ઉમેદવાર? 

નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સી.આર.પાટીલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.. ત્યાં હાજર એક યુવાને વાત કરી કે આપણે ઉમેદવારને જોઈ વોટ નથી આપતા પરંતુ પાર્ટીને જોઈ વોટ આપીએ છીએ.. ઉમેદવારને જોઈ વોટ કરવો જોઈએ કારણ કે તમારા વિસ્તાર માટે તે કામ કરવાના છે.....! 


દિલ્હીની રાજનીતિ વિશે યુવાને કહ્યું કે.. 

ઈન્ડિયા ગઠબંધનને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે સારો કેન્ડીડેટ નથી... એક યુવાને રાજસ્થાન અને દિલ્હીના રાજકારણની વાત કરી.. દિલ્હી માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેનો ફાયદો કદાચ આપને થઈ શકે, પરંતુ કંઈ કહેવાય નહીં..! જ્યારે બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નવસારીમાં વિકાસ થયો છે.. 


રોજગારીને લઈ યુવાને કહ્યું કે...  

વધારે એક મતદાતાને પૂછવામાં આવ્યું કે રોજગારી મળે છે તો તેમણે કહ્યું કે રોજગારી મળે છે... સરકાર તો ભાજપની જ બનશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અલગ અલગ મુદ્દાઓ પર યુવાનોએ વાત કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે નવસારી બેઠક પર કયા ઉમેદવારની જીત થાય છે...   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .