કેનેડાએ ભારતમાં મુસાફરી કરી રહેલા નાગરિકોને સરહદી રાજ્યોમાં ન જવાની આપી સલાહ ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:29:28

કેનેડાએ ભારતમાં મુસાફરી કરી રહેલા નાગરિકોને પંજાબ, રાજસ્થાન, ગુજરાત જેવા પ્રદેશમાં ના જવાની સલ્હા આપી . કેનેડા સરકારે તેમના નાગરિકો ને સરહદી રાજ્યમાં જવાની ના પાડી કેનેડાએ તેના નાગરિકોને જાહેર કરેલી એડવાઈઝરીમાં કહ્યું છે કે, પાકિસ્તાનની સરહદથી 10 કિલોમીટર સુધીના વિસ્તારોમાં જાવ. ગુજરાત, રાજસ્થાન અને પંજાબના વિસ્તારો લેન્ડમાઈન અને વિસ્ફોટકો માટે સંવેદનશીલ છે. અહીં સુરક્ષા માટે ગંભીર ખતરો હોઈ શકે છે. કેનેડાની સલાહ ચોંકાવનારી છે.

 

શું કહ્યું કેનેડા અડવાઇઝરીએ ?

કેનેડામાં નફરતના અપરાધની સંભાવનાને લઈને સરકાર દ્વારા ભારતીયોને આપવામાં આવેલી સલાહના જવાબમાં પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.  કેનેડા સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. કેનેડાએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, ભારતના દરેક વિસ્તારમાં આતંકવાદી હુમલાનો ખતરો છે. જોકે લદ્દાખને તેમાંથી બહાર રાખવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે