રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ રદ, વિદેશી ફંડિંગના આરોપો પર કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 10:34:23

કેન્દ્ર સરકારે કાયદાના કથિત ઉલ્લંઘન બદલ ગાંધી પરિવાર સાથે સંકળાયેલ એનજીઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) લાઇસન્સ રદ કર્યું છે. આ કાર્યવાહી 2020 માં ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આંતર-મંત્રાલય સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પછી કરવામાં આવી છે.

Rajiv Gandhi Foundation: राजीव गांधी फाउंडेशन का लाइसेंस रद, विदेशी फंडिंग  के आरोप में हुई कार्रवाई - Union Home Ministry cancellation registration of Rajiv  Gandhi Foundation and Charitable Trust


તપાસ બાદ ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરી હતી

એક અધિકારીએ જણાવ્યું કે  રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ તેની સામે તપાસ હાથ ધરાયા બાદ રદ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ સોનિયા ગાંધી છે. આ સિવાય રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અન્ય ટ્રસ્ટીઓમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે.

On Rajiv Gandhi's 30th death anniversary, rare pictures of India's youngest  PM

1991 માં સ્થાપના કરી હતી

તમને જણાવી દઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વારસાને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. જુલાઈ 1991માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં બેઠક યોજાઈ હતી અને ફાઉન્ડેશન માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 1991 માં સ્થપાયેલ, રાજીવ ગાંધી ફાઉન્ડેશને 1991 થી 2009 દરમિયાન આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલાઓ અને બાળકો, વિકલાંગ સહાય વગેરે સહિતના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કર્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની વેબસાઈટ અનુસાર સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું છે.


તપાસ માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવી હતી

નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ચીન તરફથી મળેલા ભંડોળના મામલાની તપાસ કરવા માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરી હતી. મંત્રાલયે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ઈન્કમ ટેક્સ એક્ટ, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (FCRA) વગેરેની વિવિધ કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ માટે આ સમિતિની રચના કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.