વિધાનસભા ચૂંટણી 2017માં 33 ઉમેદવારો ત્રણ હજારથી પણ ઓછા મતથી જીતી આબરૂ બચાવી


  • Published By :
  • Published Date : 2022-11-13 13:31:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણીનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને ત્રીજી પાર્ટી AAPથી કેટલો ફાયદો કે નુકસાન થશે તે જાણવું પણ રસપ્રદ રહેશે. ત્રિપાંખિયા જંગના કારણે હાર-જીતનું અંતર બહું જ ઘટી જાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરન્ટીએ મધ્યમ વર્ગને આકર્ષ્યો છે. તેથી મધ્યમવર્ગ આપ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. જો કે આ શહેરી મધ્યમવર્ગ ભાજપની કોર વોટ બેંક છે. તેથી આપના કારણે ભાજપને ફાયદો થાય છે કે નુંકસાન તે જોવું રહ્યું!,  તે જ રીતે કોંગ્રેસના વફાદાર મતદારો દલિતો, મુસ્લીમો અને આદિવાસીઓ છે કોંગ્રેસ આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં મજબુત છે. તે ઉપરાંત રાજ્યના ગ્રામીણ મતદારો પણ કોંગ્રેસના પરંપરાગત મતદારો છે. 


2017માં 33 ઉમેદવારો 3 હજાર મતના માર્જીનથી જીત્યા


આ સમગ્ર સ્થિતીમાં વિધાનસભાની ચૂંટણી 2017 પર એક નજર કરવા જેવી છે. તેના આધારે રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યા ખુબ જ ઓછા માર્જીનથી જીત્યા હતા તેની માહિતી મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 33 ઉમેદવારો એવા હતા કે જે માત્ર 3 હજારથી પણ ઓછા મતથી જીતી શક્યા હતા.


કયા દિગ્ગજો માંડમાંડ જીતી શક્યા હતા?


રાજ્યના કેટલા અગ્રણી નેતાઓ એવા છે જે તેમની પાર્ટીમાં ઉચાં પર પર હોવા છતાં પણ ખુબ જ ઓછા માર્જીનથી જીતી શક્યા હતા. જેમ કે ધોળકામાંથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (327 મત) ,બાપુનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (3067), કોંગેસમાંથી મોરબીથી બ્રિજેશ મેરજા (3419), પોરબંદર સીટ પરથી ભાજપના બાબુ બોખિરીયા (1855), બોટાદથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ (906), ગોધરાથી ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી (258), છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા (1093) મતોથી જીતી તેમની આબરૂ બચાવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે