જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા એકઠા થયેલા ઉમેદવારોની થઈ અટકાયત, ઉમેદવારોના સમર્થનમાં આવેલા Yuvrajsinh Jadejaની પણ કરાઈ અટકાયત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 14:31:32

TET-TATના ઉમેદવારોની કૂચ ત્રિમંદીરથી સચિવાલય પગપાળા પહોંચવાની હતી પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલા જ પહેલા અટકાયત થવાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વનું છે કે આજે જ યુવરાજસિંહે ઉમેદવારોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. યુવરાજસિંહની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.  

ઉમેદવારોની કરવામાં આવી અટકાયત

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ સતત કથળી રહી છે. શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા છે કે  સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક વખત સરકારને આ મામલે રજૂઆત કરવા માટે પણ ગયા હતા પરંતુ તે રજૂઆત કરે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોતાની રજૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે રોકી દીધા હતા. ત્યારે આજે ઉમેદવારો પગપાળા કરી ત્રિમંદિરથી સચિવાલય પહોંચવાના હતા, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ સચિવાલય ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. 

ઉમેદવારોને મળ્યું યુવરાજસિંહનું સમર્થન  

ત્યારે કાયમી શિક્ષક બનવા ઈચ્છુક લોકોની વ્હારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. જ્ઞાનસહાયક પ્રોજેક્ટ નાબુદ કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જે ઉમેદવારો કાયમી શિક્ષક બનવા માંગે છે, જે જ્ઞાનસહાયક પ્રોજેક્ટનો વિરોધ કરે છે, તેમને પણ પોતાની વાત, પોતાની વ્યથાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવે, જે વિદ્યાર્થીઓ છે જે કાયમી શિક્ષકો બનવા માગે છે તેમના સમર્થનમાં હું પણ છું.   


પોલીસની બેવડી નીતિ પર પણ ઉઠે અનેક સવાલ 

મહત્વનું છે કે અમે અનેક વખત એ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે પોલીસને માત્ર ટેટ-ટાટના ઉમેદવારો જ મળે છે. તેમની વિરૂદ્ધ જ્યારે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે તેમને પોતાની ફરજ એકાએક યાદ આવી જાય. વિરોધ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તરત પકડી લેવામાં આવે છે પરંતુ પોલીસ ત્યારે મૌન રહે છે જ્યારે બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે. ઘણી વખત પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે, કોણ દારૂ વેચે છે પરંતુ ત્યાં કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસ નિષ્ક્રીય થઈ જતી હોય છે. અને જ્યારે ટેટ-ટાટના ઉમેદવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે ત્વરિત પગલા લેવામાં આવે છે. પોલીસની આવી બેવડી નીતિ પર પણ અનેક સવાલ ઉભા થાય છે.    



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે