રાજકોટના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, SOGની ટીમે 127 કિલોના છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-03 14:43:11

ગુજરાતમાં નશાકારક પદાર્થોનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીની પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે છાપો મારીને  127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત  12 લાખ 70 હજાર રૂપિયા જેટલી થાય છે. 


બાતમીના આધારે કાર્યવાહી


વિછીંયાના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી રાજકોટ  ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ગાંજાના 36 છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ રૂ.12.70 લાખના ગાંજાના 127 કિલો જથ્થા સાથે ખેડૂત વિનુ ઉર્ફે વિનો મશરૂભાઇ ગ્રાંભડીયા (ઉ.વ.39, રહે. નાના માત્રા તા.વિછીંયા)ને ઝડપી ગુનો દાખલ કરાયો હતો. ગ્રામ્ય SOGના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના આપી હતી, જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આરોપી વિનુ ઉર્ફે વિનાએ પોતાની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકીકતના આધારે સર્કલ પીઆઈ એચ.એન. રાઠોડ સાથે એસઓજીની ટીમે રેઇડ કરતા આરોપી વિનુ ગ્રાંભરડા વાડીએ હાજર મળી આવ્યો હતો. 


વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ 


પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંજાનો છોડ જે અન્ય છોડની નજીક વાવો તે અન્ય છોડ જેટલી હાઈટ ગાંજાના છોડની થાય છે. વીનુએ પોતાની વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. ગાંજો છૂટો છવાયો વાવ્યો હોવાથી એસઓજીની ટીમે 10 વિઘા જમીનનો ખૂણે ખૂણો જોઈ 36 છોડ કબ્જે કર્યા હતા. એક એક છોડને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.