મંદી અને મોંઘવારી ભૂલી જાઓ, દેશમાં 8 લાખ કારના ઓર્ડર પેન્ડિગ, એક વર્ષ રાહ જોવી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-04 19:21:33

દેશની અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારો હોવા છતાં, મોટી સંખ્યામાં કારના નવા બુકિંગ થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓ ખાસ કરીને એસયુવીના બેકલોકને ક્લીયર કરવામાં અસમર્થ છે. મહિન્દ્રાની Scorpio-N, Tata's Nexon, Maruti's Brezza, Hyundai's Creta અને Mercedes GLS માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


કઈ કંપનીના ઓર્ડર પેન્ડિંગ


દેશની સૌથી મોટી  કંપની મારૂતિ સુઝુકી પાસે સૌથી મોટો ઓર્ડર પેન્ડિંગ છે. કંપની પાસે 3.9 લાખ કારોનો બેકલોગ છે. તે જ પ્રકારે મહિન્દ્રાની થાર (Thar), XUV700, અને સ્કોર્પિયો-એન માટે મોટું બુકિંગ થયું છે. મર્સિડિઝ-બેન્ઝની પણ આ જ સ્થિતી થઈ છે. મર્સિડીઝ બેન્ઝના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ)ના જણાવ્યા પ્રમાણે કંપની પાસે 7 હજાર કારોનો ઓર્ડર છે અને વેઈટિંગ લીસ્ટ 3-9 મહિનાનું છે. જો કે આ કંપનીઓ ગ્રાહકોને કારની ડિલીવરી ન કરી શક્તા હવે ગ્રાહકોની ધીરજ ખુટી ગઈ છે અને ઓર્ડરો કેન્સલ કરાવી  રહ્યા છે.


શા માટે કારની ડિલીવરીમાં વિલંબ?


કોરોના સંકટ બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. દુનિયામાં સેમીકન્ડક્ટર ચિપની અછત છે. ઓટોમોબાઈલ કંપનીઓ સેમીકંડક્ટરની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. તે ઉપરાંત કંપનીઓને વાહનોને ઉપકરણોની પણ અછત છે. હાલ ભારતમાં લગભગ 8 લાખ એસયુવીના ઓર્ડર પેન્ડિગ છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.