પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે? પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:59:20

ગુજરાત પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે?
પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ચૂંટણી ભલે એક જ થઈ મુખ્યમંત્રી આ ત્રીજા છે, અને એટલે જ આવનાર દરેક મુખ્યમંત્રીના મનમાં ગમે ત્યારે મારી ખુરશી જતી રહેશે એવો ડર રહે એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે કોઈ પોતાના સુત્રોના આધારે મળેલી માહિતી લખવાનું તો કેવી રીતે છોડી દે?


રાજકોટના પેપરે લખ્યું CM બદલાય છે, FIR થઈ ગઈ!

સૌરાષ્ટ્રમાં ચાલતા બે અખબાર સૌરાષ્ટ્ર હેડલાઈન અને કાઠિયાવાડી મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈને પરસોત્તમ રૂપાલા બનશે એવું પ્રસ્થાપિત કરતી હેડલાઈન ગુડબાય ભૂપેન્દ્રજી વેલકમ રૂપાલા લખ્યું હતુ તો એના આધારે પોલીસે એમના પર એફઆઈઆર નોંધી છે, બાબુ વઘેરા નામના વ્યક્તિએ રાજકોટ એ-ડિવીઝનને આપેલી ફરીયાદના આધારે પોલીસે કલમ 505 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે

 

હવે એક હેડલાઈનથી ભાજપની શાંતિ ખોરવાઈ જશે?

પોલીસે લખ્યું છે કે આ કામના આરોપીઓએ ભારતીય જનતા પક્ષમાં ગભરાટ પેદા થાય અને તેનાથી કોઈ વ્યક્તિ ગુનો કરી બેસે અને જાહેર શાંતિ વિરૂદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે, તો પોલીસ આરોપીઓ બેફામ ફરે, Mehul Boghara જેવા એક્ટીવિસ્ટ પર લાઈવ વિડીયોમાં હુમલો થાય તો આટલા જલદી ફરીયાદ કેમ નથી લેતી? નેતા અને નાગરીક માટે વર્તન અલગ-અલગ કેમ છે?

 

આ પહેલા ધવલ પટેલ પર રાજદ્રોહ લગાવ્યો હતો!

આ પહેલીવાર નથી કે પત્રકાર પર કેસ થયો હોય અને કદાચ આ છેલ્લીવાર પણ નથી, ધવલ પટેલ નામના પત્રકાર પર વિજય રૂપાણીની સરકાર બદલાય છે માત્ર એટલું લખવાથી એફ.આઈ.આર થઈ ગઈ હતી, રાજદ્રોહનો ગુનો સરકારે દાખલ કર્યો હતો, છેલ્લે વિજય રૂપાણી પણ બદાલાયા અને ધવલ પટેલ પણ છુટ્યા, હવે વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ તો સરકાર પર ખોટા કેસની કાર્યવાહી પોલીસ કરશે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે