Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા પ્રાણ


  • Published By :
  • Published Date : 2024-01-15 13:40:22

જેમ કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે તેમ હવે હાર્ટ એટેક એક સામાન્ય શબ્દ બની ગયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરના વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હાર્ટ એટેકના જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધુ ત્રણ કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદથી ઘટના સામે આવી છે જ્યારે બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. ભરૂચથી પણ હાર્ટ એટેકનો કિસ્સો નોંધાયો છે.     

The streak of young heart attack deaths in the state continues, two people lost their lives in Saurashtra રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

બોટાદમાં હાર્ટ એટેકને કારણે ગયો એક વ્યક્તિનું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરમખ વધારો થઈ રહ્યો છે.  પ્રતિદિન ગુજરાતથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિક્યારે મોતને ભેટે છે તેની જાણ થતી નથી. વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની પણ જાણ નથી થતી. ત્યારે કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે હાર્ટ એટેકે વધુ ત્રણ લોકોના જીવ લીધા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે છાતીમાં નરેશભાઈ નામના વ્યક્તિને દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. જે વ્યક્તિનું મોત થયું છે તે મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs


એક મહિલાનું જ્યારે એક વ્યક્તિનો ગયો જીવ 

બીજી ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા મનીષાબહેનનું મોત હાર્ટ એટેકને કારણે થયુંછે. 45 વર્ષીય મનીષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાર્ટ એટેકની ત્રીજી ઘટના ભરૂચથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસરામાં એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સલીમ ઈબ્રાહીમ પટેલ હતું અને તે સંતાનોના પિતા હતા. મહત્વનું છે કે હાર્ટ એટેકને પાછળ અનેક કારણો હોય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.